Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

વડોદરા:ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતા યુવકે હિસાબમાંથી 18.61લાખની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતા યુવકે કંપનીના હિસાબમાંથી ૧૮.૬૧ લાખની ઉચાપત કરી હતી.જે અંગે કંપની માલિકે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમા સાવલી  રોડ  પર  નંદાલય સોસાયટીમાં રહેતા ગોવિંદલાલ ચીમનરામ આહુજા આહુજા ટ્રાન્સપોર્ટના નામે ધંધો કરે છે.અને તેમની ટ્રાન્સપોર્ટની ઓફિસ અગાઉ છાણી સીતારામ સુપર માર્કેટમાં હતી.જ ેઓફિસ માર્ચ -૨૦૨૧ માં સમા સાવલી રોડ પર શિફ્ટ કરી હતી.

તેમણે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું ેછે કે,મારા પરિચિત ચંદનકુમાર  પાંડેની ભલામણથી તેમના સાળા રાજુ પાંડે (રહે.અમૃત વાટિકા,દશરથ) ને અમારા ટ્રાન્સપોર્ટમાં ફિલ્ડ સુપરવાઇઝર તરીકે નોકરી પર રાખ્યો હતો.રાજુ ફિલ્ડનું કામ વ્યવસ્થિત કરતો હોય તેને કલેક્શનનું પણ કામ સોંપવામાં આવ્યું હતું.અવાર નવાર તેને એ.ટી.એમ.કાર્ડ અમે  આપતા હતા.તેમજ નાણાંકીય લેવડ દેવડનું કામ પણ તેને જ આપતા હતા.ડિસેમ્બર-૨૦૧૮ માં મને હાર્ટની બીમારી થતા મારે મુંબઇ  હોસ્પિટલમાં જવાનું થયુ હતુ.રાજુ પર વિશ્વાસ રાખીને કંપનીના ખર્ચ માટે ે તેને એ.ટી.એમ.કાર્ડ આપ્યુ હતું.તે દરમિયાન રાજુ હિસાબનું અપડેટ મોબાઇલમાં મોકલતો  હતો.પરંતુ,હું બીમાર હોય બહુ ધ્યાન આપતો નહતો.

(6:57 pm IST)