Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળે ચોરીના બનાવથી પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું

નડિયાદ : ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળે ચોરીના બનાવો બન્યા હતા.નડિયાદ શહેરના ગંજ બજારમાં પાર્ક કરેલ ગાડીમાંથી પૈસા ભરેલ પર્સની અને કપડવંજ શહેરના ટાઉન હોલ પાસે પાર્ક કરેલ ગાડીમાંથી રોકડ રકમ ભરેલ પર્સની ચોરી થઇ હતી.

વસો તાલુકાના સિંહોલડી દુધ ડેરી સામે રહેતા કનુભાઇ પ્રતાપભાઇ પરમાર  ગત તા.૨-૦૮-૨૦૨૧ ના રોજ નડિયાદ શહેરના ગંજ બજારમાં આવ્યા હતા.જ્યા તેઓને તેમની દુકાનના કરીયાણાના માલસામના પૈસાની ચૂકવણી કરવાની હતી.જેથી તેઓ ગંજ બજારમાં આવેલ એક દુકાન પાસે તેમની ગાડી પાર્ક કરી દુકાનમાં પૈસાનો ચેક આપવા ગયા હતા.તે સમયે ગાડીમાં મૂકેલ પૈસા ભરેલ પર્સની કોઇ અજાણ્યો વ્યક્તિ લઇ ફરાર થઇ ગયા હતા.થોડીવાર બાદ પરત આવતા ગાડીનો ડ્રાઇવર સાઇડનો કાચ ખુલ્લો હતો.એટલે શંકા જતા ગાડીમાં તપાસ કરતા પર્સ કોઇ લઇ ગયુ હોવાનુ માલૂમ પડયુ હતુ.પર્સમાં રોકડ રૂા.૧,૫૦,૦૦,બેંકની ચેકબૂકો અને  પાસબુકો હતી. આ બનાવ અંગે કનુભાઇ પ્રતાપભાઇ પરમારે નડિયાદ ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

તે સમયે શહેરના ટાઉન હોલ પાસે તેમને ગાડી પાર્ક કરી એક દુકાનમાં કામ અર્થે ગયા હતા.એક કલાક બાદ પરત આવતા ગાડીમાં મૂકેલ પર્સમાં મૂકેલ રોકડ રૂા.૧૫,૦૦૦ ની અને પર્સ કોઇ અજાણ્યા ચોર ઇસમો  ચોરી ગયા હોવાનુ માલૂમ પડયુ હતુ.આ બનાવ અંગે તેમને આસપાસમાં તપાસ કરી હતી તેમ છતા કોઇ ભાળ મળી ન હતી.આ બનાવ અંગે મીતુલકુમાર મૂકેશભાઇ પટેલે કપડવંજ ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ ટાઉન અને કપડવંજ ટાઉન પોલીસે ફરિયાદો લઇ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:54 pm IST)