Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાધનપુરમાં સરકારી નોકરી આપવાની લાલચ આપી 11 લાખ પડાવનાર 6 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

રાધનપુર:તાલુકાના અમીરપુરા ગામે રહેતા નરસિંહ  મગનભાઈ પરમાર સાથે રામસી નામના યુવાન સાથે મુલાકાત થતા તેને સરકારી નોકરી મેળવવાની વાત કરી હતી. તેના મિત્રો મેહુલ ત્રિભોવન દાસ ચૌહાણકાજલ બાવદાસભાઇ સોલંકીમનિષા બાવદાસભાઇ સોલંકીરાહુલ બાવદાસભાઇ સોલંકીદિપક માધવદાસ ચૌહાણકેતન હરેશ ધોળકિયાભાવેશ ભરતભાઈ જાદવ નોકરી માટે સંમત થતાં તમામ મિત્રોને કિશન તથા મનોજ રામસીભાઈ સાથે વાત કરવી હતી અને ઉપરોક્ત ઇસમોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગાંધીનગર સચિવાલય ખાતે બોલાવતા હતા અને સચિવાલય ના ગેટ પાસે બેરોજગાર યુવાનોને ઉભા રાખી તેઓ અંદર જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા હોવાનું જણાવી કિશનભાઇ દ્વારા વોટસઅપ થી ખોટા સહી સિક્કા વાળા ઓર્ડરો તેમજ સિલેક્શન યાદી મોકલાવી હતી. તેમ છતાં  ઘણા સમય બાદ પણ એક પણ યુવાનને સરકારી નોકરી ન મળતા યુવાનોને પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનું માલુમ પડતા યુવક તેમજ તેના મિત્રોને વિશ્વાસમાં લઇ પટાવાળાક્લાર્ક તથા તલાટી ની સરકારી નોકરી આપવાની લાલચ આપી ખોટા ઓર્ડર તેમજ ખોટા સિલેક્શન યાદી બનાવી બેરોજગાર યુવાનો પાસેથી રૃપિયા ૧૧,૦૭,૦૦૦ પડાવી વિશ્વાસઘાત કર્યો હોવા બાબતે છ ઈસમો વિરૃદ્ધ રાધનપુર પોલીસ મથકે નરસિંહ મગનભાઈ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

(6:51 pm IST)