Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મગફળીની ટેકાના ભાવે ખરીદી નાફેડએ કરેલઃ રાઘવજી પટેલ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃઙ્ગ સાંજે વિધાનસભાગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના હર્ષદભાઇ રીબડીયાએ રાજયમાં મગફળીના ટેકાના ભાવો અંગે પુછેલા પ્રશ્નના ઉત્તરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે તા.૩૧/૭/૨૧ના સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજયમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી ભારત સરકારશ્રીની સેેન્ટ્રલ નોડેલ એજન્સી નાફેડ દ્વારા રાજય નોડેલ એજન્સી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવેલ છે.

આ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ભારત સરકારશ્રી દ્વારા વર્ષ-૨૦-૨૧ માં મગફળીના ટેકાના ભાવે કવીન્ટલના રૂ.૫૨૭૫ અને વર્ષ ૨૧-૨૨માં રૂ.૫૫૫૦ જાહેર કરવામાં આવેલ છે. જયારે વર્ષ ૧૯-૨૦માંં ૫૦૦૫૪૬ મે ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ જયારે ૨૦-૨૧માં ૨૦૨૫૯૧ મે ટન સરકારશ્રીની સેન્ટ્રલ નોર્ડલ એજન્સી નાર્ફેડ દ્વારા મગફળી ખરીદવામાં આવેલ.

(4:39 pm IST)