Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

''આપ''ની ચુંટણીપંચને ફરિયાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આચારસંહિતાનો ભંગ કર્યોઃ તત્કાલ પગલા લ્યો

અમદાવાદમાં યોજાયેલી સભામાં સરકારી મશીનરીનો દુરૂપયોગ : મુખ્યમંત્રી સ્ટાર પ્રચારક ન હોવા છતા પ્રચાર કરવા ગયા

અમદાવાદ તા.ર૭ : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો છે. એવી ફરિયાદ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.

રાજયના ચૂંટણી કમીશ્નરને લખેલા એક પત્રમાં ''આપ'' પક્ષે એવો આરોપી મુકયો છે કે તા.રપ/૯/ર૦ર૧ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના ઇસનપુર ખાતે એક સભાને સંબોધન કર્યુ હતું કે જયા પેટાચુંટણી યોજાઇ રહી છે. ''આપ'' દ્વારા જણાવ્યું છે કે તેઓ પક્ષના સ્ટાર પ્રચારક નથી અને પક્ષ ર૧મી પહેલા સ્ટાર પ્રચારકોની યાદી ભાજપે સુપરત કરીનથી.વધુમાં મુખ્યમંત્રી પ્રચાર કરી ન શકે અને તેઓકોઇ રાજકીય પક્ષના ઉમેદવારનો પ્રચાર કરવા સરકારી વાહનનો ઉપયોગ કરી ન શકે.

''આપ'' એ વધુમાં જણાવ્યું છે કે, તેમણે ચંૂટણી આચારસંહિતાનો ભંગ કર્યો છે અને આના કારણે આ વોર્ડમાં મુકત અને ન્યાયી ચુંટણી ઉપર અસર પડી શકે છે. પક્ષે વધુમાં ફરીયાદ કરી છે.  કે આ ચૂંટણીમાં સરકારી મશીનરીનો બેફામ દુરૂપયોગ થઇ રહ્યો છે અને સભા માટે રાજય પોલીસ તૈનાત કરવામાં આવી રહેલ છે.

''આપ''માં પત્રના અંતે આ બાબતે યોગ્ય કરવા પોતાના સ્ટેટલીગલ સેલના પ્રમુખ પ્રણવ ચંદારાણા (ઠકકર) મારફત માંગણી કરી છે.

(4:38 pm IST)