Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

૫૦૯ કિ.મી.નું અંતર ૯ દિ'માં કાપ્યું : યુવા સાઇકલ રેસમાં હીરામણિનાં રૂદ્રેશ નાગોરીનો વિક્રમ

અમદાવાદ : હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ભણતા રૂદ્રેશ નાગોરીએ કમાન્ડો ટ્રેનિંગ સ્કૂલ દ્વારા યોજાયેલ સાયકલ રેસમાં ૧૬ વર્ષ ૮ મહિનાના 'યુવા સાયકલ રેસ'નો 'વર્લ્ડ રેકોર્ડ' બનાવ્યો છે. જે મનાલીથી ખારદૂમલા સુધી યોજાઇ હતી. જેમાં તેણે ૧૨ થી ૧૫ દિવસમાં પૂર્ણ કરી શકાય તેટલુ ૫૦૯ કિ.મી.નું અંતર ૯ દિવસમાં પૂર્ણ કરી 'યુવા સાયકલ રેસનો' 'વર્લ્ડ રેકોર્ડ' બનાવ્યો. તેના આ ગૌરવપૂર્ણ કાર્ય બદલ પ્રમુખશ્રી નરહરિભાઇ અમીન, સી.ઇ.ઓ. શ્રી ભગવતભાઇ અમીન, શૈક્ષણિક સલાહકારશ્રી ગોપાણી આચાર્ય શ્રીમતી નીતા શર્મા સહિત સ્ટાફે અભિનંદન આપ્યા હતા.

(3:42 pm IST)