Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ગોધરાના સંગ્રાહક પાસે ૫૦૦થી વધારે અલગ અલગ પ્રકારના સિક્કાઓનું અદભુત કલેકશન

શાંતિલાલ પરમાર પાસે ભારતીય અને ભારતની બહારના અનેક સિક્કાઓનો સંગ્રહ : એક પૈસા થી લઈને 1000 રૂપિયા સુધીના સિક્કાઓ મોજુદ

ગોધરાના એક વ્યક્તિને શોખ પાછળ પૈસા ખર્ચવાને બદલે પૈસા પાછળ પૈસા ખર્ચવાનો શોખ જાગ્યો છે  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સેન્ટ આર્નોલ્ડ હાઇસ્કૂલ પાસે રહેતા શાંતિલાલ પરમાર  જેમને અલગ-અલગ પ્રકારના અને તમામ સિક્કાઓ નો સંગ્રહ કરવાનો અનોખો શોખ છે. છેલ્લા ૪૦ વર્ષથી તેઓ સિક્કાઓનો સંગ્રહ કરી રહ્યા છે. જ્યારે તમને શરૂઆત કરી ત્યારે કેટલાક લોકો તેમને મુર્ખા ગણતા પરંતુ આજે તેમની પાસે ૫૦૦ કરતાં વધારે અલગ-અલગ પ્રકારના ભારતીય અને ભારતની બહારના અનેક સિક્કાઓનું કલેકશન છે. જેની કિંમત કદાચ આજના સમયમાં બહુમૂલ્ય હશે.

શાંતિલાલ પરમાર વ્યવસાયે સરકારી નોકરી કરતા હતા. સામાન્ય પહેરવેશ અને સામાન્ય રહેણીકરણી ધરાવતા શાંતિલાલ પરમાર નો શોખ આજે તેમને અલગ મુકામે લઈ જઈ શકે છે. તેમની પાસે ૧૯૭૪ થી લઈને આજ દિન સુધીના અને જે ક્યાંય ઉપલબ્ધ ન હોય અથવા તો તે ખૂબ જ જૂજ હોય તેવા સિક્કાઓ તેમના સંગ્રહમાં છે. જેમાં એક પૈસા થી લઈને 1000 રૂપિયા સુધીના સિક્કાનો સંગ્રહ તેમની પાસે છે. એક પૈસા ના અનેક છાપ ધરાવતા સિક્કા તેમજ પાંચ પૈસા, 20પૈસા, 50 પૈસા ,એક રૂપિયો ,બે રૂપિયા, પાંચ રૂપિયા ,દસ રૂપિયા 20 રૂપિયા, 50 રૂપિયા, સો રૂપિયા, ૧૨૫ રૂપિયા તેમજ 500 અને 1000 રૂપિયા ના પણ વિભિન્ન છાપો ધરાવતા અનેક સિક્કાઓ ગોધરાના કોઈન માસ્ટર પાસે ઉપલબ્ધ છે. તેમજ ભારત બહારનાં પણ બહુમૂલ્ય સિક્કાઓ પણ તેમના સંગ્રહમાં ઉપલબ્ધ છે. જેની કિંમત આજના સમયમાં કદાચ લાખો કરોડોમાં હોઈ શકે. તેમને પોતાના આશોક પાછળ ૪૦ વર્ષનો સમય ફાળવ્યો છે અને તેનું પરિણામ આજે તેમને આનંદિત કરી રહ્યું છે.

(12:06 pm IST)