Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ખોજલવાસા બસ સ્ટેન્ડ પાસે નશો કરીને મોટરસાઇકલ ચલાવતા શખ્સને પોલીસે પકડી ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખોજલવાસા બસ સ્ટેન્ડ પાસેથી નશો કરીને બાઈક લઈ જતા એક શખ્શને આમલેથા પોલીસે ઝડપી પાડ્યો હતો

 મળતી માહિતી મુજબ જયેશભાઇ રહિમભાઇ વસાવા (રહે. આમલેથા નવીનગરી તા નાંદોદ) નાઓ તારીખ 25 સપ્ટેમ્બર એ સાંજે 6.30 વાગે ખોજલવાસા બસ સ્ટેન્ડ પાસે જાહેરમા કેફીપીણાંનો નશો કરેલી હાલતમાં જાહેર રોડ પર મો.સા. હંકારી લાવી પકડાઇ જતા આમલેથા પોલીસે તેને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(9:59 pm IST)