Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

અમદાવાદ :રાજપથ કલબ પાસે કારની અડફેટે AGLના ડાયરેકટરના પુત્ર ઋત્વિકનું કરૂણ મોત

કાર ઉછાળીને રોડની સામેની સાઈટમાં પટકાતા કર ચાલકને પણ ગંભીર ઇજા : સીસીટીવી ફૂટેજમાં અકસ્માતની સમગ્ર ઘટના કેદ

અમદાવાદ: રાજપથ ક્લબ ત્રણ રસ્તા પાસેસ્વિફ્ટ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લિમિટેડ (AGL)કંપનીના ડાયરેકટર કાળીદાસ પટેલના યુવાન પુત્ર ઋત્વિકનું કરૂણ મોત નીપજ્યું છે.  અકસ્માતને પગલે કાર ઉછળીને રોડની સામેની બાજુ પટકાઈ હતી. કાર ચાલક કિશન પટેલને પણ ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડયો છે. એસજી હાઇવે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.એક્સિડેન્ટની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ પાસે આવ્યા છે.

   એસજી હાઇવે પર રાજપથ કલબ ત્રણ રસ્તા પાસે આજે ઇસ્કોનબ્રિજ ઉતરીને રાજપથ બાજુ આવતી કારના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે એક્ટિવા પર સવાર યુવક હવામાં ફગોળાયોને રોડ પર પટકાતા તેનું મોત થયું હતુ. જ્યારે કાર અકસ્માત બાદ રોડની સામેની બાજુ જઈ પટકાઈ હતી

પોલીસ બનાવને પગલે સ્થળ પર પહોંચી હતી. પોલીસ તપાસમાં એક્ટિવા પર સવાર યુવક ઋત્વિક કાળીદાસ પટેલ અને કાર ચાલક કિશન પટેલ હોવાની વિગત ખુલી છે. પોલીસે અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ કરી હતી.

મૃતક ઋત્વિક એજીએલ કંપનીના ડાયરેકટર કાળીદાસ પટેલનો પુત્ર છે. ઋત્વિકના કરૂણ મોતને પગલે પરિવાર અને સગા સબંધીઓ શોકમગ્ન બની ગયા હતા.

એસજી હાઇવે પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજમાં અકસ્માતની સમગ્ર ઘટના સ્પષ્ટ દેખાઈ રહી છે.

(11:14 pm IST)