Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

સુરત જિલ્લાના ખેડૂતોએ સરકાર પાસે પાકમાં થયેલા નુકશાનના વળતરની માંગણી કરી

ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન

સુરત જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોને રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને વાવઝોડાનાં પગલે હજારો એકરમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે જેના કારણે ખેડુતોને ભારે નુકશાન થયું છે જેથી ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે.દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો મહત્તમ ડાંગર અને શેરડીના પાકની ખેતી કરતા હોય છે ત્યારે સુરત જિલ્લાના ખેડૂતોએ ચાલુ સિઝને ડાંગરના પાકનું વાવેતર કર્યું હતું,વાવણી ના સમયે સારો એવો વરસાદ હતો ત્યારે વાવણી લાયક વરસાદ ને લઈ ખેડૂતોએ હજારો એકરમાં ડાંગરના પાકનું વાવેતર કર્યું હતું,ત્યારે ખેડૂતોના ડાંગરનો પાક તૈયાર થવાને આરે જ હતો ત્યારે છેલ્લા એક સપ્તાહમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ભારે નુકશાન થયું છે.

આ વર્ષે પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોચાડ્યું છે ખેડૂતના આખા ખેતરોના પાકનો નુકશાન થતાખેડૂતોની હાલત કફોડી થવા પામી છે,સુરત જિલ્લામાં ઓલપાડ,માંગરોળ,ઉમરપાડા સહિતના તાલુકામાં ડાંગરના ઉભા પાકને ભારે નુકશાન થવા પામ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ રાતાં પાણીએ રોવાનો વારો આવ્યો છે,આમ તો ખેડૂતો પહેલેથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે આવામાં ઓછું હોય તેમ કુદરતી અતિવૃષ્ટિ સર્જાતાખેડૂતોની મુશ્કેલી માં વધારો થયો છે હાલ ડાંગર પકવતા ખેડૂતોને ભારે નુકશાન પહોંચતા ખેડૂતોએ આત્મહત્યા કરવાનો વારોઆવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતોની સરકાર પાસે માંગ છે કે પાક નુકસાની નું સર્વે કરવામાં આવે અને તમામ ખેડૂતો ને નુકશાની નું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ હવે ખેડૂતો કરી રહ્યા છે.

(8:49 pm IST)