Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

સાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં હળવો તો અમુક જગ્યાએ ઝાપટા

અમદાવાદઃ નૈઋત્યનું ચોમાસુ હવે તા. 28 સોમવારથી વિદાય લેવાનું શરૂ કરશે પરંતુ તે પહેલા આજે સાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદનું આકાશ કાળા ડિંબાગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને કેટલાક વિસ્તારોમાં હળવો તો અમુક જગ્યાએ ઝાપટા પડ્યા હતા.

અમદાવાદના સાયન્સ સિટી, ગોતા, એસ જી હાઈવે, જીએમડીસી ગ્રાઉન્ડ, બાપુનગર, પાંજરાપોળ, એસ.જી.હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં શહેરીજનોને ઉકળાટમાંથી રાહત મળી હતી.

દેશમાં વરસાદનું આગમન દક્ષિણે કેરલથી થાય છે પણ તેની વિદાય પશ્ચિમે કચ્છ અને રાજસ્થાનથી શરૂ થાય છે. હાલ સૌરાષ્ટ્રમાં સવારના ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને વરસાદે વિરામ લીધો છે. 30 સપ્ટેમ્બર સુધી કચ્છ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબી સહિત મોટાભાગના જિલ્લાઓમાં સૂકુ હવામાન રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. સંજોગોમાં સૂત્રો અનુસાર ચોમાસાની વિદાય માટે ઉજળા સંજોગો બની રહ્યા છે.

 

(7:31 pm IST)