Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત થતા ચકચાર

પરિવારનો આરોપ, દવા ના આપવા દીધી : પોલીસ અધિકારી નું કેહવું છે કે, મરનારને બીમારી હતી અને જેના કારણે મોત થયુ : મોત બાદ પોલીસ દોડતી થઈ

અમદાવાદ,તા.૨૭ : વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ મોતનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ છે. પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ વેજલપુરમાં દોડી આવ્યા હતા. જોકે પોલીસ અધિકારી નું કેહવું છે કે, મરનારને બીમારી હતી અને જેના કારણે મોત થયેલ છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક પરિવારજનો એ પોતાના ઘરના મોભીને ગુમાવી દીધા છે અને પરિવાર પોલીસ ઉપર આરોપ પણ મૂકી રહ્યાં છે. પરિવારજનોનું કેહવું છે કે, તેમના પિતાને બીમારી હતી અને જેની દવા રાતે પોલીસ કર્મચારીઓ આપવા ના દીધી જેના કારણે મોત થયેલ છે. મરનાર અબ્દુલ કાદરને જુગારના કેસમાં લાવવામાં આવ્યા હતા અને જે હાલ નજરકેદમાં હતા. ઘટના કંઈ એમ છે કે, વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર ચાલી રહ્યાં હોવાની માહિતી ડીજી વિજિલન્સની ટિમને મળી હતી અને કાલે બપોરે ૭ લોકોની જુગાર રમતા આશરે ૨ લાખના મુદ્દમાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અબ્દુલ કાદર રૂમ ભાડે રાખી જુગાર ચલાવી રહ્યાં હોવાનો આરોપ લાગયો હતો એન તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

             વિજિલન્સ દ્વારા કેસ કરી રાતે વેજલપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો અને વેજલપુર પોલીસ દ્વારા તમામ લોકોને નજરકેદ કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટ બાદ તમામ લોકોની ધરપકડ કરવાની હતી પરંતુ તે દરમ્યાન અબ્દુલ કાદરનું મોત થઈ જતા હોબાળો મચી ગયો. આ મામલે મરનારની પુત્રીનું કેહવું છે કે, મારા પિતાને જુગાર કેસમાં લઈ આવ્યા હતા અને અમે રાતે તેમની બીમારીની દવા આપવા માટે આવ્યા પરંતુ પોલીસે દવા આપવા ના દીધી. જોકે આ મામલે પોલીસે સીસીટીવી પણ જાહેર કર્યા છે અને જેમાં કોઈએ માર નથી માર્યો અને આ એક આકસ્મિક મોત છે તેમ કહેવામાં આવ્યું છે. પોલીસ હવે લાશનું પેનલ પીએમ કરાવી આગળની તપાસ કરશે અને પીએમ રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે, મોત પાછળનું કારણ શુ છે. આ મામલે એસીપી પણ તપાસ કરશે અને રિપોર્ટ પણ રજૂ કરશે.

(7:44 pm IST)