Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

બારડોલી તાલુકામાં કોરોનાનો વધતો કહેર :નવા 25 પોઝીટીવ કેસ : કુલ કેસનો આંક 1181 થયો

તાલુકામાં અત્યાર સુધીમાં 32 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો

બારડોલી તાલુકામાં નવા 25 કેસો સાથે કુલ આંકડો 1181 પર પહોંચ્યો છે. તાલુકામાં અત્યાર સુધીમાં 32 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

બાબેનના અવધ લેક પેલેસમાં 36 વર્ષીય મહિલા, મોતાના કોળી વાડમાં 39 વર્ષીય પુરુષ, 26 વર્ષીય પુરુષ, 24 વર્ષીય પુરુષ, મઢીના બેડી ફળીયામાં 35 વર્ષીય પુરુષ, બાબુ નગરમાં 60 વર્ષીય મહિલા, 30 વર્ષીય મહિલા અને 66 વર્ષીય મહિલા, પારડીના પટેલ ફળિયામાં 60વર્ષીય મહિલા, નિણતના પટેલ ફળીયામાં 28 વર્ષીય મહિલા, મોરીના પટેલ ફળિયામાં 72 વર્ષીય પુરુષ, મઢી મુખ્ય બજારમાં 54 વર્ષીય પુરુષ, બાબેનના વંદના નગરમાં 39 વર્ષીય પુરુષ, 30 વર્ષીય મહિલા, 16 વર્ષીય કિશોરી, શિવમ નગરમાં 29 વર્ષીય પુરુષ અને 35 વર્ષીય મહિલા, મોતાના કુંભાર ફળિયામાં 26 વર્ષીય મહિલા, બાબેનના સીટી પેલેસમાં 30 વર્ષીય પુરુષ અને ધામદોડ લુમ્ભાના શિવાલય એપાર્ટમેન્ટમાં 36 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે શહેરની વાત કરીએ તો તુલસી બંગલોઝમાં 29 વર્ષીય મહિલા, સાઈ વીલા સોસાયટીમાં 45 વર્ષીય પુરુષ, મનીભદ્ર કોમ્પ્લેક્સમાં 57 વર્ષીય મહિલા, સરકારી કવોટર્સમાં 42 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત સુરત સિવિલ ખાતે બારડોલી તાલુકાના એક મહિલાને ડિલિવરી થતા નવા જન્મેલા બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

(12:27 am IST)