Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

અમદાવાદના રિક્ષાચાલકને TRB જવાન પાસેથી 15 ભાડું વસૂલવું મોંઘુ પડ્યું : 3500 મેમો ફટકાર્યો

ભાડું માંગ્યું તો સ્ટાફમાં હોવાનું જણાવ્યું : રિક્ષા ડ્રાઈવરના માન્યો તો ટ્રાફીક પોલીસ કોન્સ્ટેબલ પાસે લઈ જઈ 15 રુપિયા આપ્યા અને રિક્ષાનો ફોટો પાડી લીધો

અમદાવાદમાં એક રીક્ષા ચાલકને  TRB જવાન પાસેથી 15 રૂપિયા ભાડું લેવું મોંઘુ પડ્યું છે  અને હવે તે 15 રુપિયાની સામે 3500 ભરવાનો વારો આવ્યો છે આ રિક્ષા ડ્રાઈવરની ભુલ માત્ર એટલી હતી કે તેને એક ટીઆરબી જવાન  પાસેથી 15 રુપિયા રિક્ષાનું ભાડું લઈ લીધુ હતું અને જેના કારણે તે ટીઆરબી જવાને અને એક પોલીસ કોન્સ્ટેબલે બદલો લેવા મચી પડ્યા અને બે દિવસ સુધી રિક્ષા ડ્રાઈવરને શોધી તેની એક ભુલ કાઢી દોડતી કરી દીધો હતો.

  રત્નોતર અમરાઈવાડી વિસ્તારમાં રહે છે અને રિક્ષા ચલાવે છે. 18 સપ્ટેમ્બરના રોજ તે રાયપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક ટીઆરબી જવાન રિક્ષામાં બેસી ગયો અને ખોખરા મદ્રાસી મંદિર પાસે ઉતર્યો હતો. રિક્ષા ડ્રાઈવરે ભાડુ માંગ્યુ 15 રુપિયા ત્યારે તેને સ્ટાફમાં હોવાનું જણાવ્યું પરંતુ રિક્ષા ડ્રાઈવરના માન્યો ત્યારે ટીઆરબી જવાને તેને ટ્રાફીક પોલીસ કોન્સ્ટેબલ લાલજી ભાઈ પાસે લઈ ગયો હતો. ત્યારે તેને 15 રુપિયા આપ્યા અને રિક્ષાનો ફોટો પાડી લીધો હતો.
બે દિવસ બાદ તેની રિક્ષા રોકી ટીઆરબી જવાન એજ પોલીસ કોન્સ્ટેબલ પાસે લઈ ગયો અને તેને મેમો આપી દીધો અને કહ્યું કે આ 15 રુપિયા ભાડું લેવાનું પરિણામ છે. આ મામલે રત્નોતર ભાઈએ ટ્રાફિક ડીસીપીને અરજી કરી છે.

(12:50 am IST)