Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

2025 સુધીમાં ગુજરાતને ભારતના ટોચના પાંચ ટુરિસ્ટ ડૅસ્ટિનેશન માટેનું રાજ્ય બનાવાની નેમ : જવાહર ચાવડા

ગાંધીનગરમા મહાત્મા મંદિરે 'ટૂરિઝમ એન્ડ જોબ્સ, અ બેટર ફ્યુચર ફોર ઓલ' વિષય પર વિશ્વ પ્રવાસ દિવસની ઉજવણી

 ગાંધીનગરઃ ગાંધીનગરના મહાત્મા મંદિરે વિશ્વ પ્રવાસ દિવસની ઉજવણી કરાઈ હતી કાર્યક્રમમાં મંત્રી જવાહર ચાવડા સહિત ટુરિઝમ વિભાગ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ હોટલ મેનેજમેન્ટ  અને ટુરિઝમના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

  પ્રસંગે પ્રવાસનપ્રધાન જવાહર ચાવડાએ જણાવ્યું કે રોજગારી સર્જનમાં પ્રવાસન ઉદ્યોગની ભૂમિકા ખૂબ મહત્વની છે. 10 ટકા જેટલી નોકરીઓ પ્રવાસન ઉદ્યોગ પુરી પાડે છે. 2025 સુધીમાં રાજ્યને ભારતના ટોચના પાંચ ટુરિસ્ટ ડૅસ્ટિનેશન માટેના રાજ્યોમનું એક બનાવાનો છે.પ્રવાસન નીતિ 2015-20 ના કારણે ગુજરાતમાં આશરે 352 થઈ વધુ ટુરિઝમ પ્રોજેક્ટ્સ રજીસ્ટર થયા છે.જે હેઠળ 12,437 કરોડનું રોકાણ કરવામાં આવશે. જેથી 179 કરતા પણ વધુ પ્રોજેક્ટ્સ શરૂ થઈ ચૂક્યા છે. જેના લીધે રાજ્યમાં 20,000થી પણ વધુ રોજગરોની તકો ઊભી થશે.

  ઉજવણીનો ઉદેશ પ્રવાસનના સામાજિક, સાંસ્ક્રુતિક, રાજકીય અને આર્થિક મૂલ્યો અંગે વૈશ્વિક સમુદાયોમાં જાગૃતિ વધારવાનો અને ડૅવલોપમેન્ટ ગોલને હાંસલ કરવામાં પ્રવાસન શેત્રેનું યોગદાન વધારવાનો છે.તેમજ સાથે સાથે આવનાર વર્ષોમાં ટુરિઝમ શેત્રે રોજગારીની વિપુલ તકો રહેલી છે જોતા 2019 વિશ્વ પ્રવાસન દિવસે 'ટુરિઝમ એન્ડ જોબ્સ , બેટર ફ્યુચર ફોર ઓલ' વિષય પરની થીમ રાખવામાં આવી હતી

(12:33 am IST)