Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

બાયડ વિધાનસભા બેઠકનું રાજકારણ ગરમાયુ : ભાજપના અદેસિંહ ચૌહાણ ખુલ્લેઆમ મહેન્દ્રસિંહ વાઘેલાના સમર્થનમાં

2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે ભાજપના અદેસિંહનો પરાજય થયો હતો

 

અમદાવાદ:રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતા બાયડ વિધાનસભા બેઠક પર રાજકારણ ગરમાયું છે. વર્ષ 2017ની વિધાનસભામાં બાયડ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અદેસિંહ ચૌહાણે ખુલ્લેઆમ પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા માટે ચૂંટણીની મીટીંગોમાં  હાજરી આપી રહ્યા છે.

  વર્ષ 2017ની સામાન્ય વિધાનસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર અદેસિંહ  ચૌહાણે કોંગ્રેસના દિગ્જ નેતા અહેમદ પટેલની રાજ્યસભા ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. શંકરસિંહ વાઘેલા પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની આગળી પકડી અદેસિંહ ભાજપમાં જોડાયા અને વર્ષ 2017ની વિધાનસભામાં બાયડ બેઠક પર ભાજપના ઉમેદવાર બન્યા, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે અદેસિંહને હારનો સામનો કરવો પડ્યો.હતો  બાયડ બેઠક પર ભાજપની હાર બાદ હવે સ્થિતિ એવી છે કે, ધવસિંહે પણ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં સામેલ થયા છે.

   સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રદેશ ભાજપ દ્વારા ધવસિંહ ઝાલાને બાયડ બેઠક પર ચૂંટણીની તૈયારીઓ કરવા સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે હવે આ બેઠક પર શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ ચૂંટણી લડવાનું મન બનાવી રહ્યા છે. એટલા માટે જ મહેન્દ્રસિંહ વાઘેલાએ છેલ્લા ઘણાસમયથી બાયડ વિધાનસભા મત વિસ્તારમાં જનસંપર્ક ચાલુ કર્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2012થી 2017 સુધી મહેન્દ્રસિંહ વાઘેલાએ આ બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા છે. ત્યારે હવે અદેસિંહ પોતાના રાજકીય ગોડફાધર મહેન્દ્રસિંહ વાઘેલા માટે બાયડ વિધાનસભામાં મીટીંગો કરી રહ્યા છે

(12:27 am IST)