Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ભિલોડામાં તસ્કરો ત્રાટક્યા: ઘરમાં મહિલાઓને ગળે ચપ્પુ મૂકી ૧.૧૬ લાખની લૂંટ ચલાવી ફરાર

બે મહિલાના ગળાના ભાગે ચપ્પુ રાખી તેમને ચુપચાપ ઉભા રહેવા ધમકી આપી

 

અરવલ્લી જિલ્લામાં ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ભિલોડા શહેરમાં આવેલી સંસ્કાર સોસાયટીમાં બંધ મકાનમાં પ્રવેશી ઉંઘી રહેલી બે મહિલાઓના ગળે ચપ્પુ રાખી .૧૬ લાખ રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી.

ભિલોડા શહેરની સંસ્કાર સોસાયટીમાં રહેતી બે મહિલાઓ તેમના ઘરના લોખંડના દરવાજાને સ્ટોપર મારી સુઈ ગઈ હતી. મોડીરાત્રે ચાર તસ્કરોએ દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશી બે મહિલાના ગળાના ભાગે ચપ્પુ રાખી તેમને ચુપચાપ ઉભા રહેવા જણાવી ઘરમાં લોખંડની પેટી અને ડબ્બામાં મુકેલા રોકડા રૂપિયા ૫૦ હજાર અને સોનાચાંદીના દાગીના મહિલાઓના બે મોબાઈલ મળી કુલ રૂ.૧૧૬૦૦૦/- ની લૂંટ ચલાવી અજાણ્યા શખ્શો ફરાર થઈ ગયા હતા.

તસ્કરોની ધમકીથી હેબતાઈ ગયેલી મહિલાઓએ ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી બંને મહિલાઓને હિંમત આપી હતી. ભિલોડા પોલીસે ભોગ બનનારની ફરિયાદના અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:01 am IST)