Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મુખ્યમંત્રી રૃપાણીનો મોટો નિર્ણ્ય : રાજ્યમાં 500થી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે

500થી વધુની રકમના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપર માટે ડિઝીટલ સ્ટેમ્પિંગ ઉપયોગ કરવાનો રહેશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સામાન્ય માનવીઓ – નાગરિકો અને નાના સ્ટેમ્પની મુશ્કેલીઓ નિવારવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ રાજ્યમાં 500 રુપિયાથી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ વધુ ત્રણ મહિના એટલે કે તા. 1 ઑકટોબરથી તા. 31 ડિસેમ્બર 2019 સુધી ચાલુ રાખવામાં આવશે.
   રાજ્યમાં 500 રુપિયાથી વધુની રકમના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનો ફિઝીકલ ઉપયોગ 1 ઓકટોબર-2019થી બંધ કરીને ડિઝીટલ સ્ટેમ્પિંગ સુવિધાનો ઉપયોગ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે 1 ઓક્ટોબરથી ફરજીયાત ઈ-સ્ટેમ્પઇંગના રાજ્ય સરકારના નિર્ણયને સ્ટેમ્પ વેન્ડર્સે હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને આ નિર્ણયને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યો છે. પિટિશન અનુસાર અરજદારો જણાવે છે કે સેલ્સ રૂલ્સની જોગવાઈ મુજબ સ્ટેમ્પ પેપરના ફેસ વેલ્યુ પર દરેક સ્ટેમ્પ વેન્ડરને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે

(10:17 pm IST)