Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ગુજરાતમાં ભારે વરસાદ માટેની ચેતવણી યથાવત

અમદાવાદ, તા. ૨૭  : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને ખાસ કરીને ગાંધીનગર, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદ થઇ શકે છે જ્યારે સૌરાષ્ટ્રના જામનગર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. દ્વારકા અને કચ્છમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

(8:03 pm IST)