Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

રાધનપુર સાંતલપુરની બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડની ત્રીજી વાર્ષિક સાધારણ સભા

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શિત રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગામોમાં કાર્યરતકંપનીની સાધારણસ સભા યોજાઈ

વારાહી એપીએમસીમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શિત રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગામોમાં કાર્યરત બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી

કાર્યક્રમની શરૂઆત કરતાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ ઓઢાડી સ્વાગત કરેલ હતું ત્યારબાદ સભાનો હેતુ સ્પષ્ટ કરતા કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટ બાબુભાઈ ઠાકોર દ્વારા બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડનો પરિચય આપેલ ત્યારબાદ કંપનીના ડાયરેક્ટર કાનજીભાઈ પરમાર દ્વારા પ્રગતિ અહેવાલનુ વાંચન કરેલ કંપનીના ચેરમેન કરસનજી જાડેજા દ્વારા બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડના ભવિષ્યના આયોજન વિસે લોકોને માહિતગાર કરેલ  હતા

  બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડને પાટણ જિલ્લાના સંગઠન રૂપે આગળ લઈ જવા માટે નવા બે ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવેલ કાર્યક્રમને આગળ વધારતા કરસનજી જાડેજા દ્વારા બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડ માં જોડાઈ ને ખરીદી તેમજ વેચાણ વ્યવસ્થામાં વધુ સહયોગ કરનાર સભ્યોનો આભાર વ્યક્ત કરતા તેમને શાલ ઓઢાડી સન્માનિત કરેલ ચાલુ વર્ષ દરમિયાન કંપનીમાં જીરાનુ વેચાણ કરી કંપનીની આર્થિક રીતે મજબુત બનાવનાર ખેડૂતોનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડ દ્વારા જાગૃતિ મેળવી ખેડૂત કંપનીમાંથી ખરીદી કરનાર ખેડૂતોનું સ્વાગત અને આભાર વ્યક્ત કરેલ હતો

 તાલુકા ખેતીવાડી અધિકારી હિતેશભાઈ દ્વારા પ્રાકૃતિક ગાય આધારિત જેવીક અને સજીવ ખેતી બાબતે વિગતવાર માહિતી આપી આ પ્રકારની ખેતી કરી વધુ આવક મેળવવા બાબતે ખેડૂતોને જાગૃત કરવા પ્રયત્ન કરેલ હતો ત્યારબાદ મોડાસાની ગિરિમાળા પ્રોડયૂસર કંપનીના ડાયરેક્ટર ભલાભાઇ દ્વારા સભાસદોને પોતાની જવાબદારી નિભાવી સાથે લેવડદેવડનો વ્યવહાર કરી આપણી જ કંપનીને આપણે પ્રગતિ તરફ લઇ જઈએ તેવી વાત કરી હતી આડેસર પ્રોડ્યુસર કંપનીના ડાયરેક્ટર દેવશીભાઇ દ્વારા બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડ દ્વારા ખેડૂતો માટે જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે તે બાબતે તે લોકોને પ્રોત્સાહિત કરી તેમની કામગીરીને બિરદાવી હતી અને પાટણ જિલ્લામાં ખેડૂતો માટે વધુ સારી કામગીરી કરી ખેડૂતોને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે કામગીરીનો વ્યાપ વધારવા બદલ અભિનંદન પાઠવેલ હતા

   ત્યાર બાદ હાજર સભાસદો દ્વારા બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડ બાબતે પ્રશ્નોત્તરી કરેલ જેના પ્રત્યુત્તર આપતા રિલાયન્સ ફાઉન્ડેશનના ભરતભાઈ પટેલ દ્વારા સંતોષકારક જવાબ આપી તમામ સભ્યોને વિનંતી કરેલ તે આ કંપની તમારી જે તમારા માટે બનાવેલી છે અને તમારા દ્વારા જ સંચાલન થાય છે તો આ કંપનીમાં વધુ સહયોગ કરી તમે તમારા વિકાસ માટે કામ કરી રહ્યા છો તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આજથી પાંચ વર્ષ પહેલા ખેડૂતોના વિકાસ માટે જે સ્વપ્ન જોયેલ એ સ્વપ્નને સાકાર થતા જોઈ અને હર્ષની લાગણી નો અનુભવ કરી રહ્યા છે એવું જણાવેલ હતું

  ત્યારબાદ વ્રજલાલ રાજગોર દ્વારા મીટિંગમાં ઉપસ્થિત તમામ લોકોને ખેડૂત કંપનીમાં વધુ પ્રમાણમાં સાથ સહયોગ આપવા તેમજ જાહેર જગ્યાઓમાં કચરો ના ફેંકવા સ્વચ્છતા જાળવવા અને ઓછા માઇક્રોન વાળા પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા માટે શપથ ગ્રહણ કરાવેલ હતા

કાર્યક્રમના અંતમાં ડાયરેક્ટર મેરામભાઈ આહીર દ્વારા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોનો તેમજ કાર્યક્રમમાં આર્થિક રીતે સહયોગ કરવા બદલ તમામ કંપનીઓ નો આભાર વ્યક્ત કરેલ હતો

 કાર્યક્રમ નુ સંચાલન વર્ષાબેન મહેતા દ્વારા અને ફોટોગ્રાફી વિમલ ચૌધરી દ્વારા અને રીપોટીગ વ્રજલાલ રાજગોર દ્વારા કરવામા આવેલ હતું

(7:07 pm IST)