Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ભિલોડા તાલુકાના વાંકાનેર નજીક ટ્રક પલ્ટી ખાતા ગમખ્વાર અકસ્માત: ટ્રક નીચે દબાઈ જતા યુવકનું કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી

ભિલોડા: તાલુકાના વાંકાનેર ગામે આવેલા જીઆઈડીસીમાંથી વિજ સામાન ભરી હિંમતનગર તરફ જઈ રહેલો ટ્રક માર્ગ પરના મઠટીંબા ગામે પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો.અને અકસ્માતમાં ટ્રકમાં સવાર વાંકાનેર ગામનો યુવક ટ્રક નીચે દબાઈ કરૃણ મોતને ભેટયો હતો.બુધવારે સવારે નોકરીમાં જોડાયેલા યુવકનું સાંજે અકસ્માતમાં કરૃણ મોત નીપજતાં મૃતકના પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું.અને સમગ્ર ગામમાં ભારે શોક છવાયો હતો.અકસ્માત બાદ ટ્રકના ચાલક અને કલીનર ઘટના સ્થળે થી ભાગી છુટયા હતા.જયારે ભિલોડા પોલીસે ટ્રક ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભિલોડા તાલુકાના વાંકાનેર ગામ સ્થિત જીઆઈડીસીમાં આવેલ વીજ તંત્ર ને જરૃરી માલ સામાન પુરી પાડતી એક કંપની માં ગામનો યુવક જયેશ વણકર નોકરી જોડાયો હતો. કંપની માંથી જરૃરી સર સામાન વીજ તંત્રને પુરો પાડવા જઈ રહેલ ટ્રકમાં યુવક પણ સામાન સાચવવા હિંમતનગર તરફ જઈ રહયો હતો.ત્યારે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારાતી ટ્રક ના ચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતાં ટ્રક માર્ગ ઉપર ના મઠટીંબા ગામે પલ્ટી ગઈ હતી.વીજ સર સામાન ભરેલ ટ્રક પલ્ટી જતાં ટ્રકમાં સવાર જયેશભાઈ વણકર ટ્રક અને સરસામાન નીચે દબાઈ જતાં ગંભીર રીતે ઘવાતા મોતને ભેટયો હતો.

(5:52 pm IST)