Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સુરતના વરાછામાં સુપર ડાયમંડ માર્કેટની 175થી વધુ દુકાનોને મધ્ય રાત્રીએ સીલ કરવામાં આવી

સુરત : શહેરમાં મ્યુનિ.ના ફાયર વિભાગની વારંવારની તાકીદ છતાં પણ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવી સ્કુલ અને શોપીગ સેન્ટર દ્વારા ફાયર સેફ્ટી મુકવા મુદ્દે ધાંધીયા કરવામાં આવી રહ્યાં છે. ફાયર વિભાગે નોટીસ આપી હોવા છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરનારી સંસ્થા સામે મ્યુનિ. તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. આજે ફાયર વિભાગે સ્કુલ અને 175થી વધુ દુકાનોને સીલ કરી દીધી હતી. દિવસે સીલીંગની કામગીરીનો વિરોધ થાય તે માટે વરાછામાં મોડી રાત્રીએ સીલીંગની કામગીરી થઈ હતી.

તક્ષશિલા દુર્ઘટના બાદ ફાયર વિભાગે ફાયર સેફ્ટી હો તેવી મિલ્કત સામે કડક કાર્યવાહી શરૃ કરી છે. ફાયર વિભાગે અગાઉ નોટીસ આપ્યા છતાં પણ  કેટલીક સંસ્થાઓ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં આવી નથી. અગાઉ નોટીસ આપી છે તે અને હાલ કરવામા આવી રહેલા સર્વેમાં ફાયર સેફ્ટી હોય તેવી સંસ્થાને સીલ કરવાની કામગીરી ચાલી રહી છે.

(5:49 pm IST)