Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સુરતના અંકલેશ્વરમાં રેતીના વેપારી પાસેથી અવારનવાર ખંડણીની માંગણી: પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સની રંગે હાથે ધરપકડ

સુરત: અંકલેશ્વરના રેતી કપચીના વેપારીને નવ દિવસ અગાઉ ફોન કરી થી લાખ રૃપિયાની ખંડણી માંગી, ખંડણી નહીં આપે તો ફાયરીંગ કરી મારી નાખવાની ધમકી આપનાર કુખ્યાત ખંડણીખોર ગુડ્ડ ફાયરીંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે આજે સાંજે અઠવાલાઈન્સ સ્થિત નવી કોર્ટ બિલ્ડિંગ પાસેથી ઝડપી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અને સહદેવસિંહને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એમ એસ ત્રિવેદી અને ટીમે આજે સાંજે અઠવાલાઈન્સ સ્થિત નવી કોર્ટ બિલ્ડિંગની સામે રોડ ઉપરથી નજીર ઉર્ફે ગુડ્ડ ફાયરીંગ સઇદ સૈયદ ( ..40 ) ( રહે. બિલ્ડીંગ નં.બી/5, રૃમ નં.14, કમરૃનગર, નવી ટેનામેન્ટ, મીઠી ખાડી, લીંબાયત, સુરત. મૂળ રહે. મહારાષ્ટ્ર ) ને ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેના મિત્ર ઝુબેર ઘડિયાળીએ અંકલેશ્વરના રેતી કપચીના વેપારી યુનુસ મુલતાનીને ફોન કરી ખંડણી માંગી હતી. ત્યારબાદ ગુડ્ડ ફાયરીંગે તે વેપારીને ફોન કરી 5 થી 6 લાખ રૃપિયાની ખંડણી માંગી હતી અને જો ખંડણી નહીં આપે તો ફાયરીંગ કરી મારી નાખવાની ધમકી આપી હતી. અંગે વેપારીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:46 pm IST)