Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

અમદાવાદના આંબાવાડીમાં અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું માની યુવતીની ચપ્પુના ઘા જીકી હત્યા કરનાર નરાધમની રંગે હાથે ધરપકડ

અમદાવાદ: આંબાવાડીમાં ઈશાની પરમારની ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી નાંખનારા નરેશ સોઢાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. નડિયાદથી અપડાઉન કરતી યુવતીને સાથે મુસાફરી કરતા યુવક સાથે મિત્રતા થઈ હતી. જોકે આરોપીને તેમની વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકા હોવાથી લોગાર્ડન ખાતે મિટીંગ પણ કરી હતી. જેમાં યુવતીએ નરેશને તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી કહીને છુંટા પડયા હતા. પરંતુ સમસમી ગયેલા નરેશે ઓફિસમાં જઈને ઈશાનીની હત્યા કરી નાંખી હતી અને સાણંદ નજીક રહેતી પોતાની બહેનના ઘરે જતો રહ્યો હતો. બનાવની વિગત મુજબ નડિયાદમાં રહેતી ઈશાની એસ.પરમાર (૧૭)આંબાવાડીમાં ભુદરપુરા રોડ પર આવેલા અમુલ્ય કોમ્પલેક્સની એક ઓફિસમાં ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. ૨૫ સપ્ટેમ્બરના રોજ બપોરે તેના ગળા અને પેટના ભાગે છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે યુવતીના પરિવારજનોની પુછપરછ કરતા નડિયાદમાં રહેતા નરેશ અરવિંદભાઈ સોઢા(૨૨)અંગે માહિતી મળી હતી. જેને આધારે તપાસ કરીને પોલીસે સોઢાની તેની સાણંદ નજીકના આંબલીયારા ખાતે રહેતી બહેનના ઘરેથી રાત્રે ધરપકડ કરી હતી.

(5:44 pm IST)