Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

અમદાવાદના વેજલપુરમાં અર્બન હેલ્થ સેન્ટરમાંથી જન્મ-મરણની નોંધણીના દસ્તાવેજના 72 પોટલાની ઉઠાંતરીથી અરેરાટી

અમદાવાદ:મ્યુનિસિપલ કોર્પોરેશનની વેજલપુર સ્થિત અર્બન હેલ્થ સેન્ટરમાં રખાયેલા જન્મ-મરણની નોંધણી અને અમૃતમ કાર્ડ કઢાવવા માટેના દસ્તાવેજો ભરેલા ૭૨પોટલાની ચોરી થતા કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી . નવાઈની વાત છે કે વરસાદમાં ભીના થયેલા પોટલાની સ્ટોરરૃમમાંથી ચોરી થઈ કે કંપાઉન્ડમાંથી તેની પણ સ્ટાફનેે ખબર નથી. અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેજલપુર ગામના અર્બન હેલ્થ સેન્ટરમાં ચોરીનો બનાવ બન્યો હતો. અંગે ફરિયાદ નોંધાવનારા સુનીતાબહેન .નીનામા અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સીનેટર કમ ક્લાર્ક તરીકે કામ કરે છે અને જન્મ, મરણ અને લગ્નની નોંધણીનું કામકાજ સંભાળે છે.જેમાં મરણનો દાખલો આપવા માટે લેવામાં આવતા સ્મશાનની પહોંચો ,મૃતકના આઈ.ડી.પ્રુફની નકલ, માહિતી લેવા આવનારાના ઓળખપત્ર તથા ડોક્ટરના સર્ટિફિકેટ વગેરે ભેગા કરવામાં આવતા હતા. ૨૦૦૭થી ૨૦૧૬ સુધીના દસ્તાવેજો ભરેલા ૧૭ પોટલા સ્ટોરરૃમમાં રાખવામાં આવ્યા હતા

(5:44 pm IST)