Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સોમવારે જિલ્લા ભાજપનું પ્રબુદ્ધ સંમેલનઃ ભરત પંડ્યા વકતા

રાજકોટ તા.૨૭: જીલ્લા ભાજપા દ્વારા તા.૩૦ના રોજ બપોરે ૩ વાગ્યે જીલ્લાભરના બુદ્ધિજીવીઓનું હેમુ ગઢવી હોલ ખાતે જીલ્લા ભાજપ અધ્યક્ષ ડિ.કે.સખીયાના અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઇ પંડ્યા, સંગઠન પ્રભારી, પ્રકાશભાઇ સોની, જીલ્લા ભાજપા મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો.ભરતભાઇ બોઘરા સહીતનાની ઉપસ્થિતિમાં યોજાનાર છે.

જમ્મુ-કાશ્મીરની પ્રજાના હિત માટે દેશહિતમાં મજબુત અને ઐતિહાસિક પગલા દ્વારા દેશમાં ''એક રાષ્ટ્ર-એક સંવિધાન'' માટેનું દેશની જનતાનું ૭૦ વર્ષનું જુનું સ્વપ્નને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે સાકાર કર્યુ છે. જે અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા આ નિર્ણયને આવકાર સાથે અનુમોદન દેવા માટે સમાજના બુદ્ધિજીવીઓનું બહોળી સંખ્યામાં એક સંમેલનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ચાર્જ રાજેન્દ્ર ધારૈયા અને ચંદુભાઇ સીંગાળા છે. સંમેલનને સફળ બનાવવા માટે જીલ્લા ભાજપના હિરેનભાઇ જોશી, નીલેશભાઇ દોશી, જયેશભાઇ પંડ્યા, અલ્પેશભાઇ અગ્રાવત સહીત તાલુકાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:01 pm IST)