Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

હું અમદાવાદનો ૧૮ હજારના મેમા વાળો રીક્ષાવાળો : રીક્ષા ડીટેઇન થતા ફિનાઇલ ગટગટાવ્યું

 અમદાવાદઃ વાહનના નવા નિયમો અને ટ્રાફિક દંડને પગલે થોડા વખત અગાઉ એક રિક્ષા ચાલકને નવરંગ પુરા ખાતેથી આવતી વખતે રૂ. ૧૮હજારનો મેમો આપ્યો હતો અને ટ્રાફીક પોલીસ દ્વારા રિક્ષા ડિટેઈન કરી લેવામાં આવી હતી. આમ ૧૮હજારનો મેમો અને આજીવીકા છીનવાઈ જતાં રિક્ષાચાલકે કંટાળીને અંતિમ પગલું ભરવાનું નક્કી કરતાં ફિનાઈલ ગટગટાવ્યું હતું. તેમની તબીયત લથડતાં તેમને તુરંત સારવાર  માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ગોમતીપુર વિસ્તારના ૪૮ વર્ષીય રાજુભાઈ સોલંકી રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓના પરિવારમાં ૪ સભ્યો છે જેમનું ગુજરાન તેમની રિક્ષાની આવકથી ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું. થોડા વખત અગાઉ ટ્રાફીક પોલીસે નવરંગપુરા ખાતે તેને અટકાવ ગુના મુજબ દંડ ફટકાર્યો તો રકમ રૂ. ૧૮હજારની હતી અને સાથે જ તેમની રિક્ષા પણ પોલીસે ડિટેઈન કરી લીધી હતી. આ દ્યટના બનતા તેઓની આજીવીકા છીનવાઈ ગઈ હતી. હવે પરિવારને કેમ નો પાલવવો તે તેમના માટે ચિંતાનો વિષય બની ગયો હતો.

તેમણે આ ચિંતામાં આપદ્યાત કરવાનો નિર્ણય કરી ફિનાઈલ  ગટગટાવી લીધું હતું. તેમની તબીયત લથડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમની   સારવાર ચાલું છે. રિક્ષા ચાલકના આ કારણથી કરાયેલા આપદ્યાતને પગલે ગોમતીપુર પોલીસ તાબડતોબ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

(3:42 pm IST)