Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મોડીરાત્રે વડોદરામાં યુવક્ની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા :

જ્યુબિલી બાગમાં હથિયારથી હુમલો : હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત

 વડોદરાના જયુબિલી બાગમાં ગત મોડી રાત્રે એક યુવક પર અન્ય શખ્સોએ તિક્ષ્‍ણ હથિયારો વડે હુમલો કરતા યુવકનું મોત નિપજયું.

  મળતી વિગત મુજબ જાહેર રસ્તા પર કેટલાક શખ્સોએ અચાનક જ યુવક પર હુમલો કરી દિધો હતો. જેથી યુવક ગંભીર રીતે ઘાયલ થતા રસ્તા પર જ ઢળી પડયો હતો. બાદમાં યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજયું હતું. જે અજાણ્યા શખ્સો યુવક પર હુમલો કર્યો હતો, તે ઘટના બાદ ફરાર થઇ ગયા છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:49 pm IST)