Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

અમદાવાદના આઠ મકાનોને હેરિટેજ યાદીમાં સ્થાન:હવે મકાનોની સંખ્યા 246 સુધી પહોંચી

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મકાનોને હેરિટેજમાં સમાવી લેવાયા

અમદાવાદ મહાનગરપાલિકાએ આઠ મકાનોને હેરિટેજ યાદીમાં સ્થાન આપ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ આઠ મકાનોને હેરિટેજ યાદીમાં સમાવી લેવાયા છે એક વર્ષ પહેલા આ મકાનોને હેરિટેજ યાદીમાં સમાવવા કામ લાવવામાં આવ્યું હતું. પરંતુ મકાનમાલિકોના વાંધા સૂચનોને કારણે આ કામ મંજૂર કરી શકાયું ન હતું.

  મકાન માલિકોએ તેમના મકાનોને આપેલા ગ્રેડને લઈને ઉઠાવ્યો હતો. જોકે આ વાંધા દૂર થતા મકાનોને હેરિટેજ યાદીમાં સમાવી લેવામાં આવ્યા છે. એક મકાન માલિકે હેરિટેજને નુકસાન ન થાય તે રીતે ખુલ્લી જગ્યામાં બાંધકામ કરવાની પરવાનગી પણ માંગી હતી.

 જેની બાબતનો તંત્ર એ સ્વીકાર કર્યો નથી. હેરિટેજ યાદીમાં નવા આઠ મકાન ઉમેરાતા મકાનોની સંખ્યામાં વધારો થયો છે. પહેલા હેરિટેજ યાદીમાં ૨૪૬ મકાનો હતા તેમાં 8 ઉમેરો થયો છે. જે મકાનોના માલિકોને હેરીટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે

કોના મકાનો હેરીટેજમાં સમાવાયા ?

જગદીપ મહેતા, ખાડીયા

મિતલ શાહ, શાહપુર

  • કૌશિક મજેઠીયા, ખાડીયા
  • રિપલ શાહ, શાહપુર
  • અશ્વિન પટેલ, ખાડીયા
  • અભય અગાસીયા, શાહપુર
  • અભય મંગળદાસ હવેલી, ખાડીયા
  • અભય મંગળદાસ ગાયકવાડ હવેલી, ખાડીયા
(11:34 am IST)