Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ટ્રેનના એન્જિન પર ગાંધીબાપુ

મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતી આવી રહી છે ત્યારે એની જોરદાર તૈયારીઓ ઠેરઠેર થઇ રહી છે. ઇન્ડિયન રેલવેએ આ વખતે ગાંધી જયંતીની ઊજવણી માટે અનોખી રીત પસંદ કરી છે. સેન્ટ્રલ રેલવે ઝોનમાં ડીઝલ લોકોમોટિવ પર ગાંધીજીનું પેઇન્ટિંગ કરવાનું કામ છેલ્લા બે મહિનાથી ચાલે છે. પેઇન્ટરો ગાંધીજીના ફોટોગ્રાફને ત્રિરંગામાં દોરી રહ્યા છે. મુંબઇ-પુણે અને મુંબઇ-કોકણના ૧પ એન્જિનો ઓલરેડી રંગાઇ ગયા છે અને હજી બીજાં ૭ એન્જિન રંગાશે. આ કાર્ય પેઇન્ટર ચિંતન ડોન્ડેની ટીમ દ્વારા થઇ રહ્યું છે.

(11:32 am IST)