Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

87માં એરફોર્સ ડે નિમિતે વડોદરામાં અવનવા કરતબ : આકાશમાં એરોબેટિકસની કવાયત

આકશ ગંગાની ટીમ સ્કાય ડાયવિંગ, એર શો, એરોબેટિકસ વગેરે જેવા કરતબ કરશે

વડોદરા : 87માં એરફોર્સ ડેની ઉજવણીમાં આકાશ ગંગા ટીમ અવનવા આકાશી કરતબ કરીને તમારા રૂવાંડા ખરા કરી દેશે. દિલધડક સ્ટન્ટ અને સેફ્ટીના લેશનથી વડોદરામાં એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવશે.

   87માં એરફોર્સ ડે ની ઉજવણી નિમિત્તે એર-શો યોજવામાં આવ્યો છે. વડોદરામાં આ એર-શોમાં દિલધડક કરતબ જોવા મળશે. વિદ્યાર્થીઓ સારંગ હેલિકોપ્ટર નિહાળી શકશે. જગુઆર ફાઈટર ફોર્મેશન ફ્લાઈંગની આકાશ ગંગા ટીમ અવનવા આકાશી કરતબ બતાવશે.

   આકાશ ગંગા ટીમના સ્કાય ડાયવિંગ સ્ટન્ટ રોમાંચ ખડો કરી દેવા માટે પૂરતા છે. આકશ ગંગાની ટીમ સ્કાય ડાયવિંગ, એર શો, એરોબેટિકસ વગેરે જેવા કરતબ આકાશમાં કરશે. આ કારીગરી સારંગ ટીમના જાબાંજ પાયલોટ કરવાના છે. આકાશમાં એરોબેટિકસની કવાયત જોવા મળશે.

(11:21 am IST)