Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અરવલ્લી જિલ્લાના તમામ ગામોના સરપંચ,તલાટીઓ સાથે જી.પી.ડી.પી અંગે વર્કશોપ યોજાયો

અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએ તલાટી, તથા સરપંચઓ સાથે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જી.પી.ડી.પી અંગેના અનુભવોની વહેંચણી

અરવલ્લી : રીલાયન્સ ફાઉન્ડેશન મોડાસા અરવલ્લી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગ્રામ વિકાસ પ્રવુતિ સાથે જોડાઈને છેવાડાના ગામો સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરીને વિકાસને વેગ આપવાનું કામ હાથ ધરેલ છે 

   તાજેતરમાં  સરકારના ગ્રામીણ ઉત્થાન કાર્યક્રમના ભાગરૂપે  જી.પી.ડી.પી ( ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન) માધ્યમે સહભાગી આયોજન પ્લાનનું પધ્ધતિસર  પક્રિયા દ્વારા જી.પી.ડી.પી બનાવવાનું મિશન હાથ ધરાયેલ છે,  જે મિશન અંતગત ગત સાલ રીલાયન્સ ફાઉન્ડેશન અરવલ્લી જિલ્લાના સિલેકટેડ ગામોમાં ફળિયા મિટિંગથી લઈ ગ્રામસભા સુધીની પક્રિયા હાથ ધરી ડેટા કલેકશન તથા સમસ્યાઓની અગ્રીમતા સુધીની ચર્ચા દ્વારા સફળતા પૂર્વક જી.પી.ડી.પી બનાવવામાં આવ્યો હતો, જેના અનુભવને ધ્યાનમાં રાખી અરવલ્લી  તાલુકા વિકાસ અધિકારી અરવલ્લી જિલ્લાનીએ તમામ તાલુકા પંચાયત ખાતે તલાટી,સરપંચ તથા ફરન્ટ લાઇન વર્કરો સાથે એક દિવસીય વર્કશોપ દ્વારા જે તે તાલુકા કક્ષાએ આયોજિત કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું

   તમામ વર્કશોપમાં રિલાયન્સ ફાઉન્ડેશનને  જી.પી.ડી.પી વિશે અગાઉના અનુભવો અને જી.પી.ડી.પી અંગે  સરકાર ગાઈડ લાઇનની શુસમજ માહિતી આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી,જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મેઘરજ,માલપુર, બાયડ,ધનસુરા, મોડાસા , તથા ભિલોડા તાલુકામાં વર્કશોપ યોજવામાં આવ્યો જેમાં જી.પી.ડી.પી નું મહત્વ તેની  ગાઈડ લાઇન તથા ગ્રામીણ લેવલે જી.પી.ડી.પી ની કાર્ય પક્રિયા ,ગ્રામ સભામાં લોકોની સહભાગિતા અને ગ્રામ આયોજનમાં તેમના પ્રતિભાવોનું મહત્વ જેવા મુદ્દાઓ પર ઉંડાણ પૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવી હતી,ઉપરાંત ગ્રામીણ વિકાસમાં ભૌતિક માળખાગત સુવિધા સાથે સામાજિક ,આર્થિક વિકાસ પર ભાર આપી તે દિશામાં વિચારવા પર  ઉંડાણ પૂર્વક  ચર્ચા હાથ ધરી ગ્રામ આયોજન બનાવવા પર ભાર આપવામાં આવ્યો હતો તથા ગ્રામ વિકાસ  આયોજનમાં સરપંચ ,પંચાયત તથા ફ્રન્ટ લાઇન વર્કરની ભૂમિકાનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું.

 ઉપરોકત તમામ વર્કશોપમાં તાલુકા વિકાસ અધિકારી સહભાગી થઈ જી.પી.ડી.પી અંગે ગ્રામીણ લેવલે ગંભીરતા લઈને ગ્રામ વિકાસ આયોજન કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું તથા રિલાયન્સ ફાઉન્ડેશન વર્કશોપમાં સહભાગી થઈ જી.પી.ડી.પી અંગે પધ્ધતિસરની માહિતી આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

(6:43 pm IST)