Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

નસવાડીના કોલંબાના ગ્રામજનોનો વીજકચેરીએ હલ્લાબોલ : ચાર દિવસથી અંધારપટ્ટ : ગ્રામીણો વિફર્યા: પારાવાર હાલાકી

અધિકારીઓ અને હેલ્પર કોઈ યોગ્ય જવાબ ન આપતા ગ્રામજનો રોષે ભરાયા

ગુજરાતનાં છોટાઉદેપુર જીલ્લાનાં નસવાડીનાં લોકો જંગે ચડ્યા છે વીજળી  નહીં મળતા  M.G.V.C.L. કચેરી ખાતે કોસંબાનાં ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો.કોસંબા ગામમાં છેલ્લા ચાર દિવસથી અંધારપટ છવાયેલો છે. ચાર-ચાર દિવસથી વીજળી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા ગયા છે.

આ અંગે અધિકારીઓ અને હેલ્પર કોઈ યોગ્ય જવાબ ન આપતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ગામમાં વીજ પુરવઠો ન હોવાથી લોકોને પારવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પહોંચી રહી છે.

 કોસંબાનાં ગ્રામજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, અહીં M.G.V.C.L. કચેરી ખાતે કોઇ અધિકારીઓ કશો જ જવાબ આપી રહ્યા નથી અને M.G.V.C.L. ફક્ત ને ફક્ત MGVLC કચેરીનાં સિક્યુરીટી ગાર્ડના ભરોસે ચાલે છે

(1:01 am IST)