Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી: દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પડશે વરસાદ

અરબી સમુદ્રમાં લોપ્રેશર સર્જાતા વરસાદની આગાહી: જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટમાં પણ આગાહી

અમદાવાદ : અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ચક્રાવાતમાં પરીણમતા  અને જો કે, ઓમાન તરફ ગતી કરી રહ્યું હોવા છતા, તેની અસરનાં કારણે રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 28, 29 અને 30 સપ્ટેમ્બર અને 1લી ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ  દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસશે. જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘરાજા ધમાકેદાર રી એન્ટ્રી કરી શકે છે.

(8:47 am IST)