Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

વડોદરામાં સમાવેશ કરતા 11 ગામોના સરપંચોએ કર્યો વિરોધ : મોરચા સાથે મનપા પહોંચ્યા : મેયર-કમિશનરને કરી રજૂઆત

અમારા ગોકુડિયા ગામને શહેરમાં સમાવી બરબાદ નથી કરવા.: શહેરમાં સમાવવાની કોશિશ ન કરાય અન્યથા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

 

વડોદરા સ્માર્ટ સીટી બનતા શહેરની ફરતે આવેલા 11 ગામોને શહેરમાં સમાવવાનો નિર્ણય  કરાતા તમામ ગામના સરપંચ મોરચો લઈ કોર્પોરેશન પહોંચ્યા હતા.અને મ્યુનિસિપલ કમીશ્નર અને મેયરને પોતાના ગામોને કોર્પોરેશનમાં નહીં સમાવવા રજુઆત કરી હતી.

  કોર્પોરેશન પોતાના પ્રશ્નો હલ કરતા નથી તો અમારા ગામને શહેરમાં સમાવી મુસીબત નથી. વહોરવી તેવી ધારદાર રજુઆત કરી હતી. વડોદરાને સ્માર્ટ સીટીમાં સ્થાન મળ્યા બાદ શહેરની ફરતે 26 કી.મીના વિસ્તારના ગામનો શહેરનો સમાવેશ કરાશે. અને 11 ગામને શહેરમાં સમાવાશે, જેની દરખાસ્ત પાલિકાની સભામાં પસાર થતાં સરપંચોનો મોરચો કોર્પોરેશન પહોંચ્યો હતો અને તેમની મ્યુનિસિપલ કમીશ્નરને રજુઆત હતી કે, શહેરમાં રોજે રોજ પાણી, ગટર, રોડ રસ્તા, ગંદકી માટેના મોરચા આવતાજ રહે છે તો અમારા ગોકુડિયા ગામને શહેરમાં સમાવી બરબાદ નથી કરવા.

   વધુમાં રજુઆત કરવામાં આવી હતી કે, અમારા ગામડાઓમાં રોડ, રસ્તા, પાણીની પૂરતી સુવિધા છે. વેમાલી, ભાયલી, સેવાસી, કરોળિયા, ઉન્ડેરા અને બિલ ગામના સરપંચોનો આજે વિરોધ સાથે દેખાવ જોતા સરકારમાં ગયેલી દરખાસ્તને ફરી વિચાર કરવા મજબૂર કર્યા છે. ઓજી વિસ્તારના ગંગા નગર, ગોરવા, દરજીપૂરાના લોકોનો પણ સમાવેશ શહેરમાં કરવાની કાર્યવાહી લઈ ત્યાંના લોકો પણ વિરોધમાં જોડાયા હતા. અને મ્યુનિસિપલ કમીશ્નર અને મેયરને રજુઆત કરતા માંગ કરી હતી કે, તેમના ગામ અને ઓજી વિસ્તારને સ્વતંત્ર ગામજ રહેવા દે શહેરમાં સમાવવાની કોશિશ કરાય અન્યથા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

 

(11:57 pm IST)