Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જીએસટી વિભાગની રાજ્યમાં મોટાપાયે દરોડા કાર્યવાહી : 13 સર્વિસ પ્રોવાઈડરોને ત્યાં સર્ચ

કુલ 25 ટીમોએ અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરાના ટુર ઓપરેટરોના ત્યાં દરોડા પાડ્યા

અમદાવાદ : જીએસટી  વિભાગનો રાજ્યમાં મોટા પાયે દરોડાની કાર્યવાહી કરી છે. રાજ્માં કુલ 13 સર્વિસ પ્રોવાઈડરોને ત્યાં સર્ચ ઓફરેશન કર્યું. GST વિભાગની કુલ 25 ટીમોએ અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરાના ટુર ઓપરેટરોના ત્યાં દરોડા પાડ્યા હતા. આ સર્વિસ પ્રોવાઈડરો યોગ્ય રીતે અને પૂરો વેરો નહીં ભરતા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. GSTના દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

(10:30 pm IST)