Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

રાજ્યભરમાં ૩૭૦ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું

૩૭૦ને દૂર કરવાના નિર્ણય આવકારવા આયોજન : વિવિધ પ્રકારના રોગોના નિદાન, સારવાર અને નિશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યું : ૧૭૬૯ ડોક્ટર જોડાયા

નવીદિલ્હી,તા.૨૭ : પ્રદેશ ભાજપા ડૉકટર સેલના પ્રદેશ કન્વીનર શ્રી ડૉ. વિષ્ણુભાઇ પટેલની અખબારી યાદી જણાવે છે કે, સ્વતંત્રતાની લડાઈમાં ગુજરાતના બે સપૂતો મહાત્મા ગાંધીજી અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું નેતૃત્વ દેશને મળ્યું હતું. આજે તે ઇતિહાસનું પુનરાવર્તન કરતા ગુજરાતના બે સપૂતો યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ સુરાજ્યની લડત આપી સમગ્ર વિશ્વમાં દેશની ગરિમા તથા માન-સન્માન વધારવામાં સફળ રહ્યા છે તથા દેશની અખંડિતતા ઉપર કેન્સરરૂપી ગાંઠ એવી ૩૭૦ની કલમ હટાવીને સમગ્ર દેશવાસીઓમાં એક અનેરો વિશ્વાસ અને રાષ્ટ્રવાદ પેદા કરીને સમગ્ર ભારતવાસીઓના દિલ જીતી લીધા છે. ગુજરાતના સપૂતો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વ હેઠળની ભાજપાની કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫એ ની કલમ હટાવવાના ઐતિહાસિક નિર્ણયને આવકારવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન ૧૭ સપ્ટેમ્બર થી ૨૫ સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિન દરમ્યાન ભાજપા પ્રદેશ ડૉકટર સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૩૭૦ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ. જે અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ મહાનગર, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, મહિસાગર, વલસાડ, છોટાઉદેપુર, સાબરકાંઠા, મહેસાણા, જામનગરના સહિત તમામ જિલ્લા/મહાનગરોમાં ૩૭૦ કરતાં પણ વધારે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ.

                        આ મેડિકલ કેમ્પમાં ૧૭૬૯ કરતાં પણ વધારે સુપર સ્પેશિયાલિસ્ટ, સ્પેશિયાલિસ્ટ, ફેમિલી ફીજીશીયન, આયુર્વેદિક અન હોમીઓપથિક ડોક્ટર મિત્રોએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી દર્દીઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારના રોગોના નિદાન સારવાર અને નિશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યું. તે ઉપરાંત ડાયાબીટીસ, બ્લડપ્રેશર તપાસ તથા કાર્ડિયોગ્રામ પણ કરવામાં આવ્યા. આમ, સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપા ડૉકટર સેલ દ્વારા યોજાયેલ ૩૭૦થી વધુ મેડિકલ કેમ્પોમાં કુલ મળીને ૭૫,૬૨૭ કરતાં પણ વધારે દર્દીઓની સારવાર કરવામાં આવી. ૨૦,૦૦૦ કરતાં પણ વધારે લોકોને અમૃતપ્રેય આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ અને ૫૦૦૦ કરતાં પણ વધારે લોકોને ડેન્ગ્યુ પ્રતિરૉધક હોમિયોપથીક ડોઝ આપવામાં આવ્યા હતા.ે

(9:50 pm IST)