Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સુરતના લાલગેટ વિસ્તારના ખાટકીવાડમાં વર્ષો જૂનું ત્રણ માળનું મકાન નમી પડ્યું : અફરાતફરી

મકાનની બાજુમા આવેલ પ્લોટના પાયા ખોદવામાં આવતા મકાન ઝૂક્યું

સુરતના લાલગેટ વિસ્તારના ખાટકીવાડ મહોલ્લામાં વર્ષો જૂનુ મકાન નમી ગયું છો ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત નમી પડી હતી. આ મકાનની બાજુમા આવેલ પ્લોટના પાયા ખોદવામાં આવી રહ્યા હતા. જે દરમ્યાન આ ઘટના બની હતી.

   આ ઘટના બનતા બિલ્ડીંગમાં રહેતા લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા અને ઘટનાની જાણકારી સુરત ફાયર વિભાગને આપવામાં આવી હતી. વર્ષ 1985માં આ મિલકતનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો રહે છે. ઘટના બાદ ફાયરે સ્થળ પર પહોંચી સુરત મહાનગરપાલિકાને જાણ કરી હતી. ત્યારે આ મિલકત જોખમી હોવાના કારણે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

(9:26 pm IST)