Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

હાલોલના અભેટવા ગામે તળાવમાં ઊંડા પાણીમાં ડૂબી જતા બે યુવાનોના કરૂણમોત

ફાયર વિભાગે ભારે જહેમતના અંતે બંને યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા

હાલોલ : રાજ્યમાં સારા વરસાદ ને કારણે જિલ્લાના તમામ નદી અને તળાવમાં ભરપૂર પાણી જોવા મળી રહ્યું છે. અને સ્થાનિકો દ્વારા આ ભરાયેલા પાણીમાં નાહવાની મજા માણી રહ્યા છે. પરંતુ આ મજા કયારેક નાની એવી સાવચેતીના અભાવે સજામાં પણ પરિવર્તિત થઈ શકે છે.

   હાલોલ તાલુકાનાં અભેટવા ગામે યુવાનો ભેગા મળીને તળાવમાં નહાવા માટે ગયા હતાં. તળાવના ઊંડા પાણી તરફ જતાં બે યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. અન્ય ગ્રામજનો દ્વારા આ અંગે હાલોલ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ભારે જહેમતના અંતે બંને યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા હતાં. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઘટના ને લઈને ગામ માં શોક નો માહોલ ફરી વાળ્યો છે.

(9:13 pm IST)