Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

સાપુતારામાં થશે હિન્દી ફિલ્મનું શૂટિંગ :અભિનેતા ફૈઝલખાનની ટીમે વિવિધ સ્થળોની મુલાકાત લીધી

 

ગિરિમથક સાપુતારાનાં કુદરતી સૌંદર્ય ધરાવતા વાતાવરણમાં હિન્દી ફિલ્મોની શૂટિંગ માટે અભિનેતા ફૈઝલખાનની ટીમ દ્વારા સાપુતારાનાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી ગિરિમથક સાપુતારાનું કુદરતી સૌંદર્ય ચોમાસાની ત્રધતુ દરમ્યાન આહલાદક બની સોળે કળાએ ખીલી ઉઠે છે.

અહીં સમયાંતરે સર્જાતુ ગાઢ ધૂમમ્સીયુ વાતાવરણ સમગ્ર સ્થળોને મીની કાશ્મીરનાં સૌંદર્યમાં તબદીલ કરી દે છે,તેવામાં સાપુતારાની સુંદરતાને માણવા હાલમાં દિનપ્રતિદિન પ્રવાસીઓની ભીડ જામી રહી છે,બોલીવૂડનાં મહાનાયક અમીતાબ બચ્ચન સહિત અભિનેત્રી ભાગ્યશ્રી તથા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઈમ કોમેડી સીરિયલનાં નાયક જેઠાલાલ, બાવરી,તથા બાઘા જેવા કલાકારોએ સાપુતારાની મુલાકાત લઈ કુદરતી સૌંદર્યનાં ભરપૂર વખાણ કર્યા છે.

 સમગ્ર ડાંગ જિલ્લો ચોમાસાની ઋતુ દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠતો હોય છે,જેના પગલે ડાંગ જિલ્લા સહિત સાપુતારાનાં નૈસર્ગીક સ્થળોએ વિવિધ ફિલ્મોનું શુટીંગ તેમજ ગુજરાતી ગીત આલ્બમ તેમજ ટીવી સીરીયલનાં શૂટિંગ પણ થતાં હોય છે,હાલમાં સાપુતારા ખાતે બોલીવૂડનાં સુપર સ્ટાર આમીરખાનનાં ભાઈ ફૈઝલખાને ફિલ્મ શૂટિંગ માટે સાપુતારાનાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી,અગામી દિવસોમાં બોલીવૂડનાં અભિનેતા ફૈઝલખાન અને તેની ટીમ સાપુતારાનાં કુદરતી સૌંદર્યમાં ફિલ્માંકન પણ કરશે તેવી માહિતી સાંપડી રહી છે.

(8:57 pm IST)