Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

ગોધરામાં ભારે વરસાદ :મેસરી પુલ પરથી મારુતિકાર નદીમાં ખાબકી

ગોન્દ્રાવ્હોરવાડ વિસ્તારને જોડતા પુલ ઉપર કાર ખાબકી : ચાલકનો બચાવ ; કારને ક્રેઈનથી બહાર કઢાઈ

ગોધરા વહેલી સવારે ભારે વરસાદ થતાં મેસરી નદીમાં પાણીનો પ્રવાહ વધારે આવતા પુલ ઉપરથી પસાર થતી એક મારૂતિ વાન પાણીના પ્રવાહ સાથે તણાઈ જતા મેસરી પુલ ઉપરથી નદીમાં ખાબકી હતી.

    ગોધરા શહેરના ગોન્દ્રાવ્હોરવાડ વિસ્તારને જોડતા પુલ ઉપરથી પસાર થતી મારૂતી વાન પાણીમાં તણાઈ જતા મારૂતી વાન ચાલકનો જીવ લોકોના ટોળાએ બચાવ્યો હતો.  ભારે વરસાદ શરૂ થયો હતો અને ઉપર વાસમાં પણ ભારે વરસાદને કારણે મેસરી નદીમાં પાણીનો પ્રવાહમાં વધારો થતા પુલ ઉપરથી પસાર થતી એક મારૂતિ વાન આ પાણીના પ્રવાહ સાથે તણાઈને નદીમાં વહેવા લાગી હતી.જેને જોઈ આજુબાજુ ઉભા રહેલા લોકટોળાઓએ આ વાન ચાલકને બચાવવાનો પ્રયાસ કરવામાં આવતા ચાલક બચી ગયો હતો. ત્યાર બાદ ત્યાં ઉભેલા લોકોએ ક્રેન બોલાવીને આ મારૂતિ વાનને પણ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

(1:31 pm IST)