Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

ધાનેરા તાલુકામાં કોટડા ગામે ખાડામાંથી બિનવારસી દવાનો જથ્થો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

ધાનેરા: તાલુકામાં સરકારી દવા બિનવારસી મળતી હોવાના બનાવ વધી રહ્ય છે.અગાઉ ધાનેરા તાલુકાના કોટડા ગામે ખાડામાંથી દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે તપાસ પુરી થાય પહેલાં આજે ધાનેરા મણીબેન હોસ્પિટલ નજીક દવા પડેલી હોવાનો વિડીયો વાયરલ થતા ધાનેરા અર્બન હેલ્થ ઓફિસર મયુર ભાઇ શ્રીવાસ્તર દવાના ખાલી પેકેટ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. ધાનેરા ખાતે દવા ખુલ્લા માં ફેંકવાના બનાવ સાથે ધાનેરા તાલુકા પ્રાથમિક અધિકારી પી.એમ.ચૌધરી દવા બાબતે કડકાઇ રૃપે કામગીરી હાથ ધરી હતી. અને તમામ પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત આરોગ્ય કેન્દ્ર પર દવાના જથ્થા માટે યોગ્ય નોંધ રાખવી રજીસ્ટર રાખવું આવી સુચના આપ્યા પછી પણ આજે ધાનેરા શહેરમાંથી 500 ગ્રામ જેટલી મોટા ભાગની ખાલી દવાના પેકેટ જાહેર જગ્યા થી મળી આવતા કોઇ જાણી જોઇ દવા ફેંકતું હોય આવું તારણ બહાર આવે છે. જ્યારે તપાસ કરતા મેડિકલ ઓફિસરેપણ ટેલિફોન મારફતે જણાવ્યં હતું કે ધાનેરા આરોગ્ય કેન્દ્ર પર આવતી દવાના બેન્ચ નંબર સાથે દવા મેચ થતી નથી  એટલે બહારથી કોઇ ધાનેરા ખાતે દવા નાખી હોય આવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

(1:04 pm IST)