Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

અમદાવાદ: એસ.જી. હાઇવે પર પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું: નશાની હાલતમાં કારમાં જતા યુવક-યુવતીની ધરપકડ

અમદાવાદ: શહેરના એસ.જી.હાઈવે પર ઈસ્કોન બ્રિજ પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કારમાં દારૃના નશામાં જઈ રહેલા યુવક અને યુવતીને ઝડપી લીધા હતા.

બનાવની વિગત મુજબ વસ્ત્રાપુર પોલીસે ૨૫ ઓગસ્ટના રોજ ઈસ્કોન બ્રિજ પાસે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મોડા રાત્રે શંકાસ્પદ હાલતમાં આવી રહેલી વરના કારને પોલીસે અટકાવીને કારના ચાલક પાસે લાયસન્સ માંગ્યું હતું. જેમાં તે દારૃના નશામાં હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય તેની બાજુની સીટમાં બેઠેલી યુવતી પણ નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. જેને આધારે પોલીસે બન્નેની ધરપકડ કરી હતી

(12:59 pm IST)