Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

મોડીરાત્રે દાહોદમાં ધોધમાર વરસાદ : રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળ્યાં

દાહોદ શહેરમાં દિવસભર વરસાદી માહોલ બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો  જેના કારણે રસ્તાઓ વરસાદી પાણીથી ઉભરાયા હતા તો ગટરો પણ બેક મારતા રસ્તા પણ ગટરોના પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે ઘણા સમય બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

(10:19 am IST)