Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મેડીયાસાગ ગામની પાસે ટ્રક આગળ ગાય આવી જતા ટ્રક અકસ્માતમાં એકને ઇજા: નુકશાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા હાઇવે માર્ગ ઉપર ટ્રક આગળ એક ગાય આવી જતા થયેલા અકસ્માતમાં એકને ઇજા થઇ હતી તથા ટ્રકમાં ભરેલા સામાનને નુકશાન થયું હતું
  પ્રાપ્ત માહિતી અનુસાર જગદીશ રામધન જાટ (રહે.ચાંદસેન, જી.અજમેર (રાજસ્થાન) નાએ પોતાની કબજામાની ટ્રક નં- RJ-01-GB-0482 દેડીયાપાડાથી સાગબારા હાઇવે રોડ ઉપર મેડીયાસાગ ગામની નજીક ટ્રકની આગળ ગાય આવી જતા ટ્રકને અચાનક બ્રેક મારતા ટ્રક ઉપરનો કાબુ ગુમાવી ટ્રકને પલટી ખવડાવી દેતા ચાલક સાથેના દિનેશભાઇ પ્રજાપતિ ને ઇજા થતા સરકારી દવાખાના દેડીયાપાડા સારવાર કરાવી હતી જ્યારે અકસ્માતમાં ટ્રકને તથા ટ્રકમાં ભરેલ લોખંડની મશીનરીને નુકશાન થતા ચાલક સામે ગુનો દાખલ થયો છે.

(10:40 pm IST)