Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની બેઠકમાં કોરોનાની ત્રીજી લહેર બાબતે ચર્ચા કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 27 જુલાઈ  ના રોજ રાજપીપળા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ની બેઠક રાજપીપળા દરબાર રોડ ખાતે યોજાઇ હતી આ બેઠક ગુજરાત પ્રાંતના અધ્યક્ષ મધુકરભાઈ પાઠકની અધ્યક્ષતામાં યોજાઇ હતી બેઠકમાં આવનારા સમયમાં કોરોના ની ત્રીજી લહેર માટે ગ્રાહક પંચાયત દ્વારા કોરોના પીડિત લોકોના પરિવારોને વધુ પડતા ડોક્ટરોના ખર્ચ માંથી મુક્તિ મળે, વ્યાજબી ભાવની સારવાર થાય એ મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી અને રાજપીપળા શહેરમાં ફૂડ સેફટી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં નર્મદા જિલ્લામાં ફૂડ સેફટીની ઓફિસ ન હોવાના કારણે થતા અન્યાય સામે પગલાં ભરવા માટે ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંતના અધ્યક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આ પ્રશ્ન ગુજરાત સરકાર સમક્ષ આવનાર સમયમાં લઈ જવામાં આવશે.
 આ પ્રસંગે નર્મદા જિલ્લાના ગ્રાહક પંચાયતના અધ્યક્ષ પ્રવિણસિંહ ગોહિલ ,જિલ્લા સહ સંયોજક પ્રેજ્ઞેશકુમાર રામી, રાજપીપળા શહેર સંયોજક મહેશભાઈ પી ઋષિ  અને ગ્રાહક પંચાયતના સદસ્ય સુજલભાઈ મિસ્ત્રી તથા જીગ્નેશ ભાઈ ટાંક અજીતભાઈ પરીખ દીપલભાઈ સોની સહિતના સદસ્ય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(10:38 pm IST)