Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ગાંધીનગર જિલ્લામાં ઉવારસદની જમીનમાં ફેન્સીંગ કરી કબ્જો જમાવનાર 6 વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર : જિલ્લામાં જમીન સંબંધિત છેતરપીંડીની સાથે જમીનો ઉપર ગેરકાયદેસર કબ્જા કરી લેવાની પ્રવૃતિ પણ વધી છે ત્યારે હવે આવા તત્ત્વો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વધુ એક ગુનો અડાલજ પોલીસ મથકમાં નોંધાયો છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મણીનગર શ્રીજી બંગલો એ-૩માં રહેતા શૈલેષભાઈ ડાહયાભાઈ પટેલે ફરીયાદ નોંધાવી હતી કે ઉવારસદ ગામે સર્વે નં.૧પ૩૩ની જમીન અશોકકુમાર ભલાભાઈ પટેલઅરૃણકુમાર ભલાભાઈ પટેલદક્ષાબેન ભલાભાઈ પટેલલલીતાબેન ભલાભાઈ પટેલહંસાબેન ભલાભાઈ પટેલે વેચાણ આપવાની તૈયારી બતાવતાં શૈલેષભાઈએ તેમની પત્નિ કોમલબેનના નામે જમીન લેવાનું નક્કી કર્યું હતું. વર્ષ ર૦૦૭માં આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો અને વેચાણ પેટેની પુરેપુરી રકમ ચુકવી દેવામાં આવી હતી. જમીન વેચાણ થયા બાદ ઈ-ધરા મામલતદાર દ્વારા નોંધ પ્રમાણિત કરવા માટે મોકલાઈ ત્યારે મામલતદારે પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન હોવાથી નોંધ નામંજુર કરી હતી અને પ્રિમીયમ ભરવા હુકમ થયો હતો. આ ખેડૂતોએ જમીન લેનાર શૈલેષભાઈને અંધારામાં રાખી જમીન સંદર્ભે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ફેબુ્રઆરી ર૦૨૦માં આ જમીન જોવા માટે શૈલેષભાઈ ગયા ત્યારે અરૃણભાઈ તથા અશોકભાઈના પરિવારના સભ્યો તથા અભિષેક પરેશભાઈ રાવ રહે.બ્લોક નં.પ/૪ડી-ટાઈપજીઈબી કોલોની ગાંધીનગર તથા ચંદ્રકાંત કેશવલાલ પટેલ રહે.ઉવારસદ દ્વારા જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરીને તાર ફેન્સીંગ અને વાડ બનાવી દીધી હતી અને જમીન તેમની માલિકીની હોવાનું બોર્ડ પણ લગાવી દીધું હતું. જમીનમાં અરૃણભાઈ અને તેમના ભત્રીજા આશિષભાઈ અશોકભાઈ પટેલ રહે.ઉવારસદ અને કલ્પેશભાઈએ ખોટા હક્કો ઉભા કરી રાજેન્દ્રભાઈ નટવરભાઈ પટેલઅભિષેક રાવ તથા ચંદ્રકાંત કેશવલાલ પટેલ દ્વારા જમીન ઉપર આવવું નહીં તેમ કહી ધમકીઓ આપવામાં આવી હતી. જેથી આ શખસોએ તેમજ કીર્તીભાઈ રમણભાઈ પટેલ ઉર્ફે ટીકુભાઈ રહે.ર૪શિખર એપાર્ટમેન્ટઘોડાસર અમદાવાદે ભાગીદારીમાં ગેંગ બનાવી તેમની કિંમતી જમીન પડવા કૃત્ય કર્યું હોવા અંગે કલેકટરમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરતાં આ છ વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ અડાલજ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

(5:38 pm IST)