Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને રાહત : ફતેવાડી અને ખારીકટ કેનાલમાં છોડાશે પાણી

કેનાલોમાં પાણી છોડવાના નિર્ણયથી સાણંદ, ધોળકા અને ધંધુકાના ખેડૂતોને ફાયદો થશે.

અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત સરકારે ફતેવાડી અને ખારીકટ કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે. પાણીના અભાવે ડાંગરની ખેતી પ્રભાવિત થઈ રહી હતી. આ કેનાલોમાં પાણી છોડવા અંગે ખેડૂતોએ ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહને પણ રજુઆત કરી હતી. સરકારે આ કેનાલોમાં પાણી છોડવનો નિર્ણય લેતા સાણંદ, ધોળકા અને ધંધુકાના ખેડૂતોને ફાયદો થશે.

(12:59 pm IST)