Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

દેશભરમાં સહુ પ્રથમ ડ્રગ્સ નશો કરનારને ગણતરીની મિનિટોમાં ઝડપી લેતી ખાસ કીટ અનુપમસિંહ ગેહલોત દ્વારા વસાવવામાં આવેલ

ડ્રગ્સ મુકત અભિયાન,આશિષ ભાટિયા આકરા પાણીએ,રાજ્ય ભરમાં એક ડઝન પ્રકારના ડ્રગ્સ નશાની ચાડી ખાતી ખાસ કીટ વસાવવા સરકાર જઇ રહી છે ત્યારે ભીતરની રસપ્રદ કથા : વડોદરાના પોલીસ કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન આ સિનિયર : આઇપીએસ દ્વારા થયેલ કાર્યવાહીની નોંધ કેરળ હાઈકોર્ટ દ્વારા લેવામાં આવી હતી

રાજકોટ તા. ૨૭,  યુવા વર્ગને નશાની ગર્તામાં ધકેલાઈ રહ્યાના ચિંતાજનક બનાવો પ્રકાશમાં આવવાના પગલે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામેની ઝુંબેશ તેજ બનાવવા આપેલ આદેશ બાદ ગુજરાતભરમા ચાલતી વ્યાપક ઝુંબેશને વિશેષ પરિણામલક્ષી બનાવવા માટે એક ડઝંનથી વધુ પ્રકારના નશો કરેલ યુવા યુવતીઓ ફકત ગણતરીની મિનિટોમાં ઝડપાઇ જાય તે માટે ખાસ પ્રકારની કિટો વસાવવા જાહેરાત કરી છે, પરંતુ દેશભરમાં આવી કીટો વસાવવાનો પ્રથમ પ્રયોગ વડોદરાનાં જે તે સમયના દૂરંદેશી ધરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા કરવામાં આવેલ એ વાત બહુ ઓછાં લોકોને જાણ હશે.                 

 હાલના વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘ માફક તત્કાલીન પોલીસ કમિશ્નર  અનુપમસિંહ ગેહલોતના કાર્યકાળ દરમિયાન કેટલાક ખૂબ સારા પરિવારના વાલીઓ દ્વારા તેમની સામે પોતાના સંતાનો ડ્રગ્સનાં રસ્તે વળી ગયાની ચોંકાવનારી વિગતો જાણી ગુનેગારો માટે કડક અને સામાન્ય માનવી માટે હંમેશ પોતાના દિલમાં લાગણી ધરાવતા આ આઇપીએસ દ્વારા વિદ્યા ધોમો નજીક ખાસ ટીમો ગોઠવી આવા સપ્લ્યારોને ઝડપી રાજકોટની પ્રચલિત આગવી ઢબે પોલીસ પાસે સરભરા કરાવેલ. આને કારણે હાલમાં જે રીતે વડોદરા પોલીસ કમિશનર દ્વારા ધાક બેસાડેલ છે તે પ્રકારે જબરજસ્ત ધાક બેસાડી,આડા રસ્તે ચડેલ યુવાનોની જિંદગી બગડી નજાય તે માટે તમામ ને ચેતવણી મિશ્રિત વાતો સાથે પ્રેમપૂર્વક સમજાવટ કરેલ,જેને લોકો આજે પણ યાદ કરે છે.

વાત અહીથી અટકતી નથી અનુપમસિંહ ગેહલોત દ્વારા ડ્રગ્સનો નશો કરેલ વ્યકિત તુરત ઝડપાઇ જાય તે માટે વિદેશથી ખાસ પ્રકારની કીટો પણ મંગાવી હતી. વડોદરા પોલીસ દ્વારા ખૂબ સફળ થયેલ પ્રયોગની અર્થાત્ ગુજરાતની આ નોંધ કેરળ હાઈ કોર્ટ દ્વારા લેવામાં આવેલ, અને વડોદરાની પધ્ધતિનો અમલ કરવા માટે કેરળ સરકારને પણ સૂચન કરેલ.

  સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા પણ ડ્રગ્સ મુકત સુરત અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. 

  વડોદરા, અમદાવાદ અને રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટની એસઓજી બ્રાન્ચ પીઆઇ આર.વાય.રાવલ ટીમ દ્વારા પણ કાબિલે દાદ કામગીરી કરવામાં આવી છે,મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ડ્રગ્સ દુષણ સામે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને પણ એકિટવ કરવા સાથે ડીજી ઓફિસ દ્વારા પણ આ બાબતે નિયમિત માહિતીઓ માંગી પોલીસ તંત્રને એકિટવ કરવામાં આવી છે, ડ્રગ્સ નશો કરનાર તુરત સપડાઈ જાય તે માટે ખાસ કીટ ગમે તે કિંમતે વસાવવા નિર્ધાર ડીજી દ્વારા થયો છે.

(11:48 am IST)