Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રાજ્યમાં આજે સવારે ચાર કલાકમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો : છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમાં મેઘમહેર

ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો

અમદાવાદ : આજે સવારે ચાર કલાકમાં રાજ્યના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 28મી જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાશે.જેની અસરને પગલે ગુજરાતને સારો વરસાદ મળવાની સંભાવના છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો છે.

 છેલ્લા 24 કલાકમાં રાજ્ચના 196 તાલુકામાં ચોમાસાની જમાવટ થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ વડોદરા, પંચમહાલ,ભાવનગર,સુરત, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, બનાસકાંઠા અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં સાર્વત્ર

(10:37 am IST)